તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
સમગ્ર ગુજરાતમાં શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને!
કાળઝાળ ગરમી વચ્ચે રસોઈનું બજેટ ખોરવાયું : ગરમી અને માવઠાના લીધે લીલા શાકભાજીના પાકને ભારે નુકસાનઃ બજારમાં લોકલ આવક ઠપ્પ થતાં અન્ય રાજ્યોમાંથી માલ મંગાવવાની નોબત

અમદાવાદ,તા.૨૧: કમોસમી વરસાદ અને સતત વધી રહેલા પારોના કારણે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શાકભાજીના ભાવમાં મોટો ભડકો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં આવેલા અચાનક બદલાવને લીધે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં લીલા શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પાક નિષ્ફળ જવાની સીધી અસર બજાર પર પડી રહી છે અને જિલ્લામાંથી થતી સ્થાનિક અને લોકલ આવક અત્યારે સદંતર બંધ થઈ ગઈ છે, જેના કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ ખ્ભ્પ્ઘ્ સહિત હાલ બજારમાં શાકભાજીની આવકમાં ૫૨ હજાર ક્વિન્ટલનો ઘટાડોં નોંધાયો છે. આ અછતને પહોંચી વળવા માટે હવે અન્ય રાજ્યમાંથી શાકભાજી મંગવવાની નોબત આવી છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને માલ બગડવાના જોખમને લીધે છેલ્લા દસ દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.
મોટાભાગના શાકભાજીના ભાવમાં ૫૦ થી ૬૦ ટકા જેટલો તોતિગ વધારો થઈ ગયો છે. આગામી દિવસોમાં ગરમી વધતા ભાવ હજુ વધુ ઊચકાવાની આશંકા છે. જો એપીએમસીના પ્રતિ કિલોના હોલસેલ ભાવ રૂપિયામાં જોઈએ તો ચોળીનો ભાવ રૂ.૩૦ થી વધીને સીધો રૂ.૪૭ થઈ ગયો છે, જ્યારે ગુવાર રૂ.૨૨ થી વધીને રૂ.૩૫ પર પહોંચ્યો છે. તે જ રીતે, કારેલાના ભાવ રૂ.૨૭ થી વધીને રૂ.૩૪, ભીંડા રૂ.૨૧ થી વધીને રૂ.૨૭ અને મરચા રૂ.૧૭ થી વધીને રૂ.૨૮ થયા છે. કોથમીરના ભાવમાં પણ વધારો થતાં તે રૂ.૧૭ થી વધીને રૂ.૨૪ પર પહોંચી છે.
અન્ય શાકભાજીની વાત કરીએ તો, ગીલોડાના ભાવ રૂ.૩૬ થી વધીને રૂ.૪૧, તુરીયા રૂ.૨૧ થી વધીને રૂ.૨૬ અને ગલકા રૂ.૭ થી વધીને રૂ.૧૨ થયા છે. જ્યારે રીંગણનો ભાવ રૂ.૧૧ થી વધીને રૂ.૧૭, રવૈયા રૂ.૧૭ થી વધીને રૂ.૨૩ અને બટાકા રૂ.૯ થી વધીને રૂ.૧૩ પર પહોંચ્યા છે. આ ઉપરાંત, ટામેટાના ભાવ રૂ.૧૯ થી વધીને રૂ.૨૨, ફલાવર રૂ.૧૫ થી વધીને રૂ.૧૭, કાકડી રૂ.૧૪ થી વધીને રૂ.૧૬ અને દૂધીનો ભાવ રૂ.૯ થી સામાન્ય વધીને રૂ.૧૧ પ્રતિ કિલો થયો છે
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
