News of Friday, 17th July 2026
અમદાવાદમાં રથયાત્રાના દિવસે દર કલાકે ૧૧.૮૦ કરોડના વાહનો વેચાયા
ઓટોમોબાઈલ ક્ષેત્રને રથયાત્રા ફળી : ૧૭૭ કરોડના ૯૬૦૦ વાહનોનું વેચાણ થયું, ઈલેક્ટ્રિક કારના વેચાણમાં ગત વર્ષની સરખામણીએ ૫૮ ટકાનો જંગી વધારો

અમદાવાદ,તા.૧૭: અમદાવાદમાં રથયાત્રા ઓટોમોબાઈલ ક્ષેત્રને ફળી છે. ગુરુવારે તહેવાર નિમિત્તે એક જ દિવસમાં અમદાવાદમાં ૧૭૭ કરોડના વાહનોનું વેચાણ થયું હતું. એટલકે સરેરાશ કલાકે ૧૧.૮૦ કરોડના વાહનનું વેચાણ થયું હતું. ગત વર્ષની સરખામણીએ વાહનોના વેચાણમાં સરેરાશ વધારો થયો છે.
અમદાવાદમાં રથયાત્રાની ધાર્મિક ઉજવણી સાથે જ ઓટોમોબાઈલ બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. શુભ મુહૂર્તમાં ખરીદી કરવાની પરંપરાને અનુસરી અમદાવાદીઓએ જ દિવસમાં ૧૭૭ કરોડની કિમતના ૯૬૦૦ વાહનની ખરીદી કરી છે. એટલકે સરેરાશ કલાકે ૧૧૮ કરોડના વાહન વેચાયા હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર, રથયાત્રાના દિવસે ૭૨૦૦ ટુ વ્હીલર, ૧૪૫૦ કાર અને ૯૫૦ ઈલેક્ટ્રિક વ્હીકલ(ઈવી)નું વેચાણ થયું હતું. ૩૧ ટકા, ૩૮ ટકા અને ૫૮ ટકાનો જંગી વધારો નોંધાયો છે. જેમાં ગત વર્ષની સરખામણીએ ક્રમશઃ
ઈવી સેગમેન્ટમાં ખાસ કરીને ઈલેક્ટ્રિક કારની માંગ વધુ જોવા મળી હતી. જ્યારે પેટ્રોલ-ડિઝલની કારમાં મિડ રેન્જ વ્હીકલ ગ્રાહકોની પહેલી પસંદ બન્યાં હતાં. રથાયાત્રા, ધનતેરસ તેમજ અક્ષય તૃતિયા જેવા શુભ પ્રસંગોએ નવા વાહનની ખરીદી શુભ માનવામાં આવતી હોવાથી મોટી સંખ્યામાં લોકો એકાદ- બે મહિના અગાઉથી જ બૂકિગ શરૂ કરી દે છે. રસપ્રદ બાબત તો એ છે કે એક તરફ ઈંધણની વધતી કિમત અને અછતને પગલે દેશભરમાં લોકોને જાહેર પરિવહન વાપરવા તાકીદ કરાઈ છે. પરંતુ તેની કોઈ ખાસ અસર વર્તાઈ ન હોય તેમ ખાનગી વાહનના વેચાણમાં વધારો જ નોંધાઈ રહ્યો છે.
હવે ઓગસ્ટમાં તહેવાર વખતે વેચાણમાં વધારો જોવા મલે તેવી સંભાવના છે.
મિડરેન્જ એસયુવી અને પ્રિમિયમ હેચબેક પહેલી પસંદ
કાર બજારમાં ૧૦થી ૧૫ લાખના મિડરેન્જકની એસયુવી તથા પ્રિમિયમ હેચબેક કારની માંગ સૌથી વધુ જોવા મળી હતી. પેટ્રોલ- ડિઝલ તેમજ ઈલેક્ટ્રિક બંને સેંગમેન્ટમાં ગ્રાહકોએ દર્શાવી હતી. આ કારમાં આધુનિક કિમતના મોડલ વધુ ફીચર્સ, સારી માઈલેજ, સલામતી અને સરળ ફાઈનાન્સની સુવિકા મળતી હોવાથી પરિવાર વર્ગના ખરીદદારોનો ઝુકાવ વધુ રહ્યો હતો.
ક્યા વાહનનું કેટલું વેચાણ
વાહનનો પ્રકાર ૨૦૨૬ ૨૦૨૫
ટુ વ્હીલર ૭૨૦૦ ૫૫૦૦
કાર ૧૪૫૦ ૯૫૦
ઈલેક્ટ્રિક વ્હીકલ ૧૦૫૦ ૬૦૦.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
