<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

રાજપીપળા જૂની પોસ્ટ ઓફિસ પાસેની મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ પાસે જ અતિશય ગંદકી : પાલિકા તંત્રને અંધાપો

જૂની પોસ્ટ ઓફિસ ના ઢાળ પર ઊભરાતી ગટરનું દુર્ગંધ મારતું પાણી અને અતિશય કચરો પાલિકાની સફાઈ કામગીરી પર સવાલ ઊભા કરે છે

(ભરત શાહ દ્વારા )નર્મદા:રાજવી નગરી તરીકે ઓળખાતા રાજપીપળા શહેર હવે ગંદકી શહેર તરીકે ઓળખાતું હોય તેમ અનેક ઠેકાણે ગંદકી જોવા મળે છે ત્યારે સ્થાનિક સફાઈ કામદાર અને કોન્ટ્રાક્ટ સફાઈ કામદારો હોવા છતાં શહેર ગંદુ રહે એ શરમજનક બાબત છે.
  રાજપીપળા જૂની પોસ્ટ ઓફિસના ઢાળ પર આવેલી એક મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલને અડીને જ આવેલી ગટરમાંથી નીકળતું ગંદુ પાણી અને ત્યાં જ પડેલા કચરાના ઢગલાને જોતા રાજવી નગરીની છાપ તો બગડે જ છે ઉપરાંત સ્થાનિકોમા રોગચાળો ફેલાવવાનો પણ ભય છે, પાસેજ આવેલી મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં આવતા કે દાખલ દર્દીઓ માટે પણ કક ગંદકી ખતરારૂપ કહી શકાય. જોકે અહીંયા કામ કરતા સફાઈ કામદારો અને તેમની પર નજર રાખતા સુપરવાઈઝરોને આ સ્થિતિ નજરે નથી પડતી...?! રાજપીપળા શહેરના અનેક વિસ્તારોમાં યોગ્ય સફાઈ ના અભાવે ગંદકી જોવા મળે છે તો કોન્ટેક્ટ અને સ્થાનિક સફાઈ કામદારોનો શું છે. સાથે સફાઈ કામદારોની કામગીરીનું નિરીક્ષણ કરતા સુપરવાઈઝરની કામગીરી પણ શંકા ઉપજાવે છે. જોકે જાણવા મળ્યા મુજબ મોટા ભાગના સુપરવાઈઝર કામદારો ની હાજરી પૂર્યા બાદ કોઇજ નજર રાખતા નથી માટે શહેરમાં ગંદકી જોવા મળે છે. 
 કોન્ટ્રાક્ટ કામચારીઓ જ્યાં જ્યાં સફાઈ કરે છે ત્યાં ફક્ત રોડ ઉપરનો સૂકો કચરો જ વાળે છે, ગાયનું છાણ કે ગટરની સફાઈ કરતા નથી અને જો કોઈ સ્થાનિક આ માટે સફાઈ કામદાર ને કહે તો અમારે ખાલી રોડ પર નું સૂકું કચરું જ વાળવાનું હોય તેવો સ્પષ્ટ જવાબ ચોપડી દે છે. તો આવી સફાઈ નો શું મતલબ..?

(10:06 PM IST)