<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

VGRC સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાપાનના ભારત સ્થિત રાજદૂતઓનો કેઇચી સાથે મુલાકાત

જાપાનીઝ કંપનીઓ ગુજરાતના સેમિકંડક્ટર સેક્ટરમાં રોકાણ કરવા આતુરઃ જાપાનના રાજદૂત ઓનો કેઇચી

સુરતમાં દક્ષિણ ગુજરાત ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા  જાપાનના ભારત સ્થિત રાજદૂત ઓનોકેઈચીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ સાથે

 મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. 
આ બેઠક દરમિયાન દ્વિપક્ષીય આર્થિક સહકારને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
જાપાનના રાજદૂતએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના સફળ આયોજન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે ગુજરાત સાથે આર્થિક સહકાર વધારવા માટે જાપાનની પ્રતિબદ્ધતા પુનઃદોહરાવી હતી. ખાસ કરીને સેમિકન્ડક્ટર સેક્ટરમાં જાપાનીઝ કંપનીઓ ગુજરાત સાથે ભાગીદારી કરવા આતુર છે તે તેમણે જણાવ્યું હતું.
જાપાન રાજદૂતએ સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે આવશ્યક સહાયક ઉદ્યોગોના વિકાસ માટે સપ્લાય પાર્ક સ્થાપવાની જરૂરિયાત અંગે પણ સરકારના સહયોગ માટે અપેક્ષા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યમાં ઉપલબ્ધ કુશળ માનવ સંસાધન અને મજબૂત સ્કિલ ઇકોસિસ્ટમ અંગે જાણકારી આપી હતી. તેમણે ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે જાપાન રાજદૂતને માહિતગાર કરતાં કહ્યું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે શરૂ થતાં અમદાવાદ એરપોર્ટ સુધીનો સમય હવે માત્ર 1.5 કલાક રહ્યો હોવાનું છે.
બેઠક દરમિયાન જાપાનના રાજદૂતએ ગુજરાત સરકાર સાથે કામ કરવાનો સકારાત્મક અનુભવ વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં વધુ સહયોગ માટે આતુરતા દર્શાવી હતી. 
આ ઉપરાંત બલ્ક ડ્રગ પાર્ક અને મેડિકલ ડિવાઇસ પાર્ક ક્ષેત્રોમાં નવી તકો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 
આ મુલાકત વેળાએ મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર તેમજ જાપાનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(6:36 PM IST)