News of Friday, 1st May 2026
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (દક્ષિણ ગુજરાત): સુરત ખાતે નિકાસ (Exports) અંગે વિશેષ સેમિનારનું આયોજન
આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસની ક્ષિતિજો વધારવા અંગે માર્ગદર્શન અપાયું

સુરત સ્થિત ઑરો યુનિવર્સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (દક્ષિણ ગુજરાત ઝોન) ના ભાગરૂપે નિકાસ (Exports) અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર અંગે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક વ્યવસાયોને ગ્લોબલ માર્કેટમાં સફળ થવા માટે જરૂરી માર્ગદર્શન આપવાનો હતો. આ સેમિનારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારની ક્ષિતિજો વિકસાવવા માટે જરૂરી સંસાધનો અને નીતિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડીને સ્થાનિક ઉદ્યોગકારોને વૈશ્વિક સ્તરે વ્યાપાર કરવા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન સુરતના ડેવલપમેન્ટ કમિશનર અભિમન્યુ શર્મા, ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) ના જોઈન્ટ ડિરેક્ટર અને ગુજરાત રાજ્યના વડા જયપ્રકાશ ગોયલ તેમજ સુરત ઈસીજીસીના બ્રાન્ચ મેનેજર સૌરભ જૈન તેમજ મોટી સંખ્યામાં ઇન્વેસ્ટરો અને ઈમ્પોર્ટ એક્સપોર્ટ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
