તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
સુરતના નાસીરનગર વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ફાળવવાની દરખાસ્ત નામંજૂર કરાતા પીડિત પરિવારોમાં ભારે રોષ
જો આ જમીન સરકારી હતી તો વર્ષોથી અહીં રસ્તા કેમ બનાવ્યા અને રહીશો પાસેથી નિયમિતપણે લાઈટબિલ તેમજ વેરાબિલના નામે ટેક્સ કેમ વસૂલાયા ? અસરગ્રસ્તોએ ઉઠાવ્યા સવાલ

સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન બાદ અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ફાળવવાની દરખાસ્ત મહાનગરપાલિકા દ્વારા નામંજૂર કરવામાં આવતા પીડિત પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મુદ્દે પીડિતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે,તેઓ છેલ્લા પાંચ મહિનાથી મનપાના હોલમાં આશરો લઈ રહ્યા છે, જ્યાં તેમને જમવાનું કે પીવાનું પાણી પણ પૂરું પાડવામાં આવતું નથી અને હવે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવી રહ્યો છે. અસરગ્રસ્તોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે,જો આ જમીન સરકારી હતી તો વર્ષોથી અહીં રસ્તા કેમ બનાવવામાં આવ્યા અને રહીશો પાસેથી નિયમિતપણે લાઈટબિલ તેમજ વેરાબિલના નામે ટેક્સ કેમ વસૂલવામાં આવ્યા?
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
