તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં બદલી રોકવા માટે લાંચ આપવાનો વીડિયો વાયરલ: નર્સના ઘટસ્ફોટથી ખળભળાટ
નર્સે 30 હજાર આપ્યા અને ઉચ્ચ અધિકારીઓના નામે 50 હજારની માગણી થતી હોવાનો આક્ષેપ કર્યો

ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં ડૉ. તેજસ પટેલનો વીડિયો વાયરલ થયા બાદ હવે એક મહિલા નર્સનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નર્સ પોતાની બદલી અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓના નામે નાણાકીય વ્યવહાર થયો હોવાનો ખુલ્લો આક્ષેપ કરી રહી છે, જેનાથી સમગ્ર આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કથિત વીડિયોમાં મહિલા નર્સ કબૂલાત કરી રહી છે કે તેણે પોતાની બદલી રોકવા માટે 30 હજાર રૂપિયા આપ્યા હતા. આટલું જ નહીં, વીડિયોમાં એવી પણ ચર્ચા સાંભળવા મળે છે કે જો આ મામલો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) સુધી પહોંચે, તો આ રકમ વધીને 50 હજાર રૂપિયા થઈ જશે. આ વાતચીત સૂચવે છે કે ભ્રષ્ટાચારના મૂળ છેક ઉચ્ચ સ્તર સુધી ફેલાયેલા હોઈ શકે છે.
વીડિયોમાં હિતેષ નામના એક વ્યક્તિનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, બદલી રોકવા માટેના નાણાં આ હિતેષભાઈને સોંપવામાં આવ્યા હતા. સરકારી કચેરીઓમાં વહીવટ ચલાવવા માટે આવા વચેટિયાઓનો ઉપયોગ થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
