News of Sunday, 24th May 2026
અમદાવાદમાં ઝુંડાલમાં મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરોને ગામલોકોએ માર મારીને અધમૂવા કરી દીધા
રાજસ્થાનની ગેંગ મંદિરમાં હાથ ફેરો કરવાના ઈરાદે આવી હતી જ્યાં લોકો જાગી જતા એમને ઢસડી બરાબરની સરભરા કરી.

અમદાવાદમાં ઝુંડાલમાં મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરોને ગામલોકોએ માર મારીને અધમૂવા કરી દીધા. ઝુંડાલમાં રામદેવપીર મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરોને ગામલોકોએ માર મારી અધમૂઆ કરી દીધા. રાજસ્થાનની ગેંગ મંદિરમાં હાથ ફેરો કરવાના ઈરાદે આવી હતી જ્યાં લોકો જાગી જતા એમને ઢસડી બરાબરની સરભરા કરી. મંદિરના પૂજારી 22 તારીખે રાતે 8 વાગ્યે આરતી કરી મંદિર બંધ કરી નીકળ્યા હતા. મધરાત્રે રાજસ્થાનની ગેંગ ના ત્રણ તસ્કરો રાતે ચોરી કરવાના ઇરાદે ઘુસ્યા હતા.
તસ્કરો ગર્ભગૃહ માં જઈ મૂર્તિ ઉપરનો સોનાનો ઢોળ ચડાવેલ ચાંદીનો હાર , કડુ તેમજ અન્ય પરચુરણ સમાન લઈ લીધો હતો. જે બાદ તસ્કરો દાનપેટી તોડવાની શરૂ કરી હતી. જ્યાં તાળું તોડવાનો અવાજ આવ્યા બાદ મંદિરની બાજુમાં બેસેલા યુવાનો તરત જ મંદિર પહોંચ્યા હતા. જ્યાં સમગ્ર ચોરીનો મામલો સામે આવ્યો હતો. તસ્કરોએ યુવાનો પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ યુવાનો પર હુમલો કર્યો હતો.
ઘટનાની જાણ થતા જ ગ્રામજનો પણ ધોકા સાથે આવી ગયા હતા અને તસ્કરોને મેથીપાક ચખાડ્યો હતો. ગ્રામજનો તસ્કરો ને મારી મારીને અધમૂવા કરી દીધા હતા. ઘટનાની જાણ બાદ અડાલજ પોલીસ અને LCB પણ ઘટના સ્થળે પહોંચી અને તસ્કરોને ઝડપી લીધા હતા અને પૂછ પરછ હાથ ધરી.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
