<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

સુઇગામના મોરવાડામાં દારૂના અડ્ડાઓ સામે ગ્રામજનો મેદાને: પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી

જો ટૂંક સમયમાં બુટલેગરો અને અસામાજિક તત્વો સામે નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

બનાસકાંઠાના વાવ અને થરાદ પંથક નજીક આવેલા સુઇગામ તાલુકાના મોરવાડા ગામમાં ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોના ખુલ્લેઆમ વેચાણ સામે સ્થાનિક ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ અને અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળીને મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઈ સુઇગામ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી આવેદનપત્ર સોંપ્યું હતું. લોકોએ આક્ષેપ કર્યો છે કે નશીલા પદાર્થોના વેચાણથી ગામનું વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે, જેથી પોલીસ આ મામલે તાત્કાલિક કડક કાર્યવાહી કરે. વળી, ગ્રામજનોએ ચીમકી પણ આપી છે કે જો ટૂંક સમયમાં બુટલેગરો અને અસામાજિક તત્વો સામે નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

(1:07 AM IST)