તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
વિરમગામ ડ્રેનેજ સમિતિના ચેરમેનનું રાજીનામું: અચાનક પદનો ત્યાગ કરતા અનેક તર્કવિતર્ક
જીનામા પત્રમાં તેમણે અંગત કારણોસર એટલે કે સતત બીમારીના કારણે પોતે સમિતિની જવાબદારી નિભાવવા માટે અસમર્થ હોવાનો ઉલ્લેખ કર્યો

વિરમગામ નગરપાલિકામાં હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં વોર્ડ નંબર-3ના ભાજપના સદસ્ય અને ડ્રેનેજ સમિતિના ચેરમેન સુરેશ દલવાડીએ અચાનક પોતાના પદેથી રાજીનામું ધરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે. સુરેશ દલવાડીએ આ રાજીનામું નગરપાલિકાના સત્તાધીશોને સોંપ્યું છે. પોતાના રાજીનામા પત્રમાં તેમણે અંગત કારણોસર એટલે કે સતત બીમારીના કારણે પોતે સમિતિની જવાબદારી નિભાવવા માટે અસમર્થ હોવાનો ઉલ્લેખ કર્યો છે. પક્ષના એક સક્રિય સભ્ય દ્વારા આ પ્રકારનું અચાનક રાજીનામું આપવામાં આવતા સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક સેવાઈ રહ્યા છે, જોકે સત્તાવાર રીતે તેમણે સ્વાસ્થ્યને જ જવાબદાર ઠેરવ્યું છે.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
