News of Wednesday, 8th July 2026
વિકસિત ભારતનો સંકલ્પ સાકર કરવાની દિશામાં પ્રયાસ ‘સમૃધ્ધ ગુજરાત પ્રદર્શન': દિનેશ મકવાણા
અમદાવાદના મણીનગરમાં આવેલ એલ.જી. મેદાનમાં સમૃધ્ધ ગુજરાત પ્રદર્શનના પ્રારંભ પ્રસંગે સાંસદ દિનેશ મકવાણા, મેયર હિતેષ બારોટ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા,

અમદાવાદઃ તા.૮,સાંસદ (લોકસભા) શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા એલ.જી. ગ્રાઉન્ડ, મણિનગર, અમદાવાદ ખાતે આયોજિત ત્રિ-દિવસીય ‘‘સમળદ્ધ ગુજરાત પ્રદર્શન ૨૦૨૬'' નો ૭ જુલાઈ ૨૦૨૬ના રોજ વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉદઘાટન સમારોહમાં અમદાવાદ મેયરશ્રી હિતેશભાઈ બારોટ, ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ, ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય ડો. હસમુખ પટેલ, ડે.મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી કમલેશભાઈ પટેલ, પક્ષનેતા શ્રી જશુભાઈ ઠાકોર, દંડકશ્રી અતુલભાઈ મિશ્રા, અમદાવાદ નગર નિગમના વિવિધ વોર્ડના કાઉન્સિલર્સ,ભાજપનાસંગઠન પદાધિકારીઓ, વિવિધ કેન્દ્રીય તેમજ રાજ્ય સરકારી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમોના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.
આ ભવ્ય પ્રદર્શનનું આયોજન સંસા ફાઉન્ડેશન દ્વારા સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. પ્રદર્શનનો ઉદ્દેશ્ય ગુજરાતની વિકાસ યાત્રા, ઈનોવેશન, ઉદ્યોગસાહસિકતા, આત્મનિર્ભર ભારતના સંકલ્પ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓને એક પ્રભાવી મંચ પ્રદાન કરવાનો છે.
ઉદઘાટન સમારોહને સંબોધિત કરતા સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે ‘‘સમળદ્ધ ગુજરાત પ્રદર્શન ૨૦૨૬'' વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. તેમણે કહ્યું કે આ પ્રકારના પ્રદર્શનો સરકાર, ઉદ્યોગ, સંશોધન સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો વચ્ચે પ્રભાવી સંવાદ સ્થાપિત કરે છે તથા યુવાનો, ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સને નવીન ટેકનોલોજી, સરકારી યોજનાઓ, નવપ્રવર્તન, રોકાણ અને રોજગારની તકો સાથે જોડવાનું કાર્ય કરે છે.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
