News of Saturday, 25th April 2026
ચૂંટણી તંત્ર દ્વારા વોટર સ્લીપ ન વહેંચાતા મતદારો અવઢવમાં
વિધાનસભા, લોકસભા વખતે તંત્ર દ્વારા વોટર સ્લીપ વહેંચાઈ હતી : બૂથ બદલાયા હશે તેવા મતદારો અટવાઈ જશે

અમદાવાદ,તા.૨૫: મ્યુનિ.કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજયની ચૂંટણ ચૂંટણીના મતદાનને ગણતરીના કલાક બાકી રહ્યા છે ત્યારે ઘણા મતદારો દ્વિધા અનુભવી રહ્યા છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા દરેક મતદારને ઘેર ઘેર વોટર સ્લીપ મોકલવામાં આવતી હતી. જેમાં મતદારને તેના મતદાન મથક, મતદાર ક્રમાંક સહિતની તમામ માહિતી હતી. આ વખતે સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદારોને તંત્ર દ્વારા વોટર સ્લીપ વહેંચવામાં આવી નથી. જેના કારણે ઘણા મતદારો હાલ તેમને ક્યાં મતદાન કરવા જવાનું છે તેમનો કયો વોર્ડ છે તે પણ જાણતા નથી.
બીજી તરફ રાજાકિય પક્ષો દ્વારા મતદારોને વોટર સ્લીપ વહેંચવામાં આવી છે, જો કે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ઘણા મતદારોને આવી સ્લીપ પણ મળી નથી. જેના પગલે જે મતદારોના મતદાન કેન્દ્રો બદલાયા હશે તેમને મુશ્કેલી પડશે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
