<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

અમદાવાદના દાણીલીમડામાં મતદાન સમયે હોબાળો :કોંગ્રેસ પર બોગસ વોટિંગનો આક્ષેપ: ભાજપ ઉમેદવારની તબિયત લથડી

ઘર્ષણ અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભાજપના ઉમેદવાર વિનોદચંદ્ર શર્માની તબિયત અચાનક લથડી

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ઉગ્ર હોબાળો સર્જાયો હતો. ભાજપ દ્વારા કોંગ્રેસ પર બોગસ વોટિંગ 

કરાવવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ઘર્ષણ અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભાજપના ઉમેદવાર વિનોદચંદ્ર શર્માની તબિયત અચાનક લથડી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થળ પર પોલીસ કાફલાએ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

(9:21 PM IST)