તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણી માટે મતદાન શરુ : 21 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે
9 બેઠકો માટે કુલ 710 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા ગણાતી સુમુલ ડેરીની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. કુલ 9 બેઠકો માટે યોજાઈ રહેલા મતદાનમાં સુરત જિલ્લાના ઓલપાડ બેઠક સહિત સુરતની 4 અને તાપી જિલ્લાની 5 બેઠકોનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં કુલ 21 ઉમેદવારોનું રાજકીય અને સહકારી ક્ષેત્રનું ભાવિ મતપેટીમાં સીલ થશે. 9 બેઠકો માટે કુલ 710 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સુમુલ ડેરીના સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવનારી આ ચૂંટણી પર સહકારી ક્ષેત્ર સાથે રાજકીય વર્તુળોની પણ નજર મંડાયેલી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
