તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
હીરામણિ સ્કૂલની વ્રિજા પટેલ બોર્ડમાં અમદાવાદ ગ્રામ્યમાં પ્રથમ

રાજકોટઃગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ-૧૦ (એસ.એસ.સી.)ની શૈક્ષણિક વર્ષ ર૦રપ-ર૬ ની વાર્ષિક પરીક્ષામાં હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વ્રિજા મહેશ પટેલે અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય)માં ૬૦૦ માંથી પ૭૮ ગુણ સાથે ૯૬.૩૩%(૯૯.૭ર પર્સેન્ટાઇલ) મેળવી સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા માતા-પિતાનું નામ રોશન કરેલ છે. આ વિશેષ સિધ્ધિ બદલ જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ, પુર્વ રાજયસભા સાંસદશ્રી નરહરિ અમીન, ઉપ-પ્રમુખ શ્રમિતી નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડો. વરૂણ અમીન, સંસ્થાના સી.ઇ.ઓ. શ્રી ભગવતભાઇ અમીન તેમજ શાળાા આચાર્ય શ્રી ભાગ્યેશ જોષી, કો-ઓર્ડિનેટર શ્રી ગીરીશ લાલવાણી તથા સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
