<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

બનાસકાંઠાના વાવ-થરાદના 16 ગામોમાં ત્રણ દિવસ પાણી કાપ: પાઇપલાઇન રિપેરિંગને પગલે હાલાકી

વહીવટી તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં ટેન્કર દ્વારા વૈકલ્પિક પાણી પુરવઠો પૂરો પાડવાની વ્યવસ્થા

બનાસકાંઠાના વાવ અને થરાદ તાલુકાના 16 ગામોમાં આગામી ત્રણ દિવસ સુધી પાણીનો કાપ જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાલા હાઈવે નીચેથી પસાર થતી દેવપુરા પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી બંધ રહેતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડશે, જોકે વહીવટી તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં ટેન્કર દ્વારા વૈકલ્પિક પાણી પુરવઠો પૂરો પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

(8:14 PM IST)