<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

નર્મદા ડેમમાં ઉપરવાસથી પાણીની આવકમાં ઘટાડો: હવે પાણીની આવક માત્ર 9643 ક્યુસેક જ થઇ

નર્મદા ડેમની હાલની જળસપાટી 137.86 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે

નર્મદા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમમાં, ઉપરવાસથી થઈ રહેલ પાણીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણી આવક ઘટીને હવે માત્ર 9,643 ક્યુસેક થઈ રહી છે. નર્મદા ડેમની હાલની જળસપાટી 137.86 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમમાંથી પાણી ની જાવક 9,130 ક્યુસેક છે. રિવરબેડ પાવર હાઉસના તમામ ટર્બાઇન બંધ છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 2 ટર્બાઇન કાર્યરત છે. નર્મદા ડેમ માં હાલ 5,497.60 લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

(1:04 PM IST)