<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો: જળ સપાટી 127.23 મીટરે પહોચી

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો થયો એટલે કે, એક ફુટ કરતા પણ વધુ જળસપાટી વધી

અમદાવાદ : કેવડીયા ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટરની છે. જ્યારે હાલમાં જળ સપાટી 127.23 મીટરે પહોચી છે. આ સિઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર ગઈ છે જળ સપાટી. નર્મદા ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 6287.08 MCM છે. ઉપરવાસમાંથી પાણીની આવક 10,941.00 ક્યુસેક થઈ રહી છે. નદીમાં પાણીની જાવક 620 ક્યુસેક છે. નર્મદા કેનાલમાં પાણીની જાવક -14,832.00 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો થયો છે એટલે કે, એક ફુટ કરતા પણ વધુ જળસપાટી વધી છે.

(6:48 PM IST)