તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
અમદાવાદના ત્રાગડમાં આવેલ શિક્ષાપત્રી રેસીડેન્સીના બેઝમેન્ટમાં ઘૂસ્યા પાણી
એએમસી અને જીએમસીની હદને લઈ લોકોને પારાવાર મુશ્કેલીઃ રોષ

અમદાવાદઃ શહેરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો અને ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે ત્યારે વરસાદ રોકાઈ ગયો પણ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં, વરસાદ બંધ થયાના 5 કલાક બાદ પણ સમસ્યા યથાવત છે અને 5 કલાક બાદ પણ રોડ પર 3 ફૂટ સુધીના વરસાદી પાણી ભરાઈ ગયા છે.
રોડ પર પાણી ભરાતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે સાથે સાથે એક કાર પણ ખાડામાં ફસાઈ છે, સ્થાનિકોમાં તંત્રની કામગીરી લઈને આક્રોશ જોવા મળ્યો છે અને પાણી ભરવાના કારણે રોજિંદા કામગીરી લઈ સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. AMC અને GMCના મતભેદના કારણે સ્થાનિક થઈ રહ્યા છે પરેશાન.
અમદાવાદના ત્રાગડ ગામ આવેલ શિક્ષાપત્રી રેસીડેન્સીના બેઝમેન્ટમાં ભરાયા વરસાદી પાણી અને રોડ પર ભરેલા વરસાદી પાણી બેઝમેન્ટમાં ઘૂસ્યા હોવાની વાત સામે આવી છે, હજી પણ રોડ પર ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને મુખ્ય ડ્રેનેજ લાઇન બ્લોક થતા વરસાદી પાણી બેઝમેન્ટમાં ઘૂસ્યા હોવાની વાત સામે આવી છે.
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેના વહીવટી મતભેદોના કારણે આ વિસ્તારના લોકો વારંવાર પિસાઈ રહ્યા છે. હદ નક્કી કરવાના વિવાદોમાં વિકાસના કામો અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જ્યારે પણ વરસાદ પડે છે, ત્યારે આ જ વિસ્તાર 'ટાપુ'માં ફેરવાઈ જાય છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાય છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
