તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
તિલકવાડા ખાતે વન વિભાગ દ્વારા અબોલા જીવો માટે પાણીના કુંડ અને ચકલી ઘર નિશુલ્ક આપવામાં આવ્યા
આકરી ગરમીમાં મનુષ્ય પણ તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે અબોલા જીવોની હાલત તદ્દન કફોડી

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં હાલમાં પડી રહેલી આકરી ગરમીમાં મનુષ્ય પણ તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે અબોલા જીવોની હાલત તદ્દન કફોડી છે અને ગરમીમાં પીવાનું પાણી તેમજ ઘર અત્યંત જરૂરી હોય માટે તિલકવાડા વન વિભાગ તરફથી પાણી માટેના કુંડ અને ઘર નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે વન વિભાગ તેમજ GSPCA ટીમ દ્વારા અબોલ જીવો માટે પાણી માટે કુંડ અને ચકલી ઘરની પ્રકૃતિ પ્રેમીઓને આપવા આવ્યા હતા. તેમજ સર્વ નું કલ્યાણ થાય અને આપણો ધર્મ પણ પ્રાણી માત્રની ચિંતા કરતું હોય છે તો ધર્મ અને અને સંસ્કૃતિ નું જતન થાય અને પ્રાણીઓનું રક્ષણ થાય તે હેતુથી આ સુંદર કાર્ય તિલકવાડા ખાતે કરવામાં આવ્યું હતું.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
