<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

અમદાવાદના સોલા વિસ્તારમાં 9 જેટલી સોયટીઓમાં પાણીજન્ય રોગચાળાની અસર: આરોગ્ય તંત્ર એલર્ટ

આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે ક્લોરિન ટેબલેટનું વિતરણ કરાયું : અત્યાર સુધીમાં 50 જેટલા લોકોની આરોગ્ય તપાસ કરાઈ

અમદાવાદના સોલા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાની અસર જોવા મળતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. વિસ્તારમાં આવેલી 9 જેટલી સોસાયટીઓમાં લોકો બીમાર પડ્યાની ફરિયાદો સામે આવતા સમગ્ર વિસ્તારમાં મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે ક્લોરિન ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 50 જેટલા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે, જેમાંથી 2 દર્દીઓને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. નવરત્ન સોસાયટી અને વંદેમાતરમ સોસાયટી સહિતના વિસ્તારોમાંથી પાણીજન્ય રોગ અંગે ફરિયાદો મળતા તંત્ર દ્વારા પાણીના નમૂનાઓની તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(7:24 PM IST)