<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

સુરતમાં જળબંબાકારઃ બિહારના આશ્રિત શ્રમિકોએ કપડાં ગુમાવ્‍યાઃ હર્ષ સંઘવીના આદેશ અનુસાર સુરત પોલીસ અને પ્રશાસને ત્‍વરિત મદદનો હાથ લંબાવ્‍યો

કુદરતી આફતની સોૈથી વધુ અસર પરપ્રાંતિય શ્રમિકો ઉપર પડી

સુરતઃ શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્‍તારોમાં જળબંબાકારની સ્‍થિતિ સર્જાઈ છે. આ કુદરતી આફતની સૌથી વધુ અસર રોજગારી અર્થે આવેલા પરપ્રાંતિય શ્રમિકો પર પડી છે. બિહારથી સુરત મજૂરી અર્થે આવેલા સેંકડો શ્રમિકોના ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે તેઓએ પોતાના પહેરવાના કપડાં સહિતની તમામ ઘરવખરી ગુમાવવાનો વારો આવ્‍યો છે.

દરમિયાન ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્‍તો માટે તાત્‍કાલિક રાહત કેમ્‍પ શરૂ કરવામાં આવ્‍યો છે. બિહારના આ તમામ શ્રમિકોને સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઇસ્‍કૂલ નં. ૨૬ (મરાઠી માધ્‍યમ) અને સુમન હાઇસ્‍કૂલ નં. ૨૭ (હિન્‍દી માધ્‍યમ) ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્‍યા છે.

આ મુશ્‍કેલ સમયમાં  રાજ્‍યના ગળહમંત્રી અને ડેપ્‍યુટી સીએમ હર્ષ સંઘવીની સીધી સૂચનાથી આશ્રયસ્‍થાનમાં રહેતા શ્રમિકોની વહારે સુરત શહેર પોલીસ અને સ્‍થાનિક પ્રશાસન આવ્‍યું છે.

નવા કપડાંનું વિતરણઃ સ્‍થળ પર પહોંચેલા હર્ષભાઈના ધ્‍યાન ઉપર આ પર પ્રાંતીય શ્રમિકો પાસે પહેરવા માટે પૂરતા કપડાં ન હોવાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તાત્‍કાલિક નવા કપડાંની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

બબ્‍બે જોડી કપડાંની ખાતરીઃ સ્‍થાનિક આગેવાનો અને અધિકારીઓએ આશ્રય સ્‍થાનમાં હાજર રહીને દરેક પીડિત વ્‍યક્‍તિને બબ્‍બે જોડી નવા કપડાં આપવાની સૂચના હર્ષભાઈએ આપી હતી.

પોલીસની પ્રશંસનીય કામગીરીઃ ગળહ મંત્રીના આદેશના પગલે સુરત શહેર પોલીસના ઉચ્‍ચ અધિકારીઓ અને જવાનોએ પોતે હાજર રહીને આશ્રયસ્‍થાનમાં રહેલા પુરુષો, મહિલાઓ અને નાના બાળકોને કપડાંની કીટ વહેંચી હતી.

માનવતાનું ઉત્તમ ઉદાહરણઃ પોતાની માતળભૂમિથી દૂર રહીને પેટિયું રળતા આ ગરીબ શ્રમિકોની વહારે આવીને સુરત પોલીસે ‘‘તમારી સાથે, તમારા માટે''ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. મુશ્‍કેલીની આ ઘડીમાં  હર્ષભાઈ અને પ્રશાસન તરફથી મળેલી આ ત્‍વરિત સહાયથી શ્રમિકોના ચહેરા પર રાહત જોવા મળી હતી

(10:59 AM IST)