તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Sunday, 10th May 2026
વે મેડ હાઇસ્કુલ પાટનું સતત છઠ્ઠા વર્ષે 100 ટકા પરિણામ, વિદ્યાર્થીઓએ સર્જ્યો સફળતાનો નવો ઇતિહાસ
શાળાના શિક્ષકગણ તથા વાલીઓએ પણ વિદ્યાર્થીઓની મહેનત, શિસ્ત અને શિક્ષકોના માર્ગદર્શનને આ સફળતાનું મુખ્ય કારણ ગણાવી આનંદ વ્યક્ત કર્યો

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાટ ગામ ખાતે આવેલ વે મેડ હાઇસ્કુલ શાળાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10ના પરિણામમાં ફરી એકવાર ભવ્ય સફળતા મેળવી સતત છઠ્ઠા વર્ષે 100 ટકા પરિણામ નોંધાવી શૈક્ષણિક ક્ષેત્રે નવી સિદ્ધિ હાંસલ કરી છે.
શાળાના વિદ્યાર્થીઓએ માત્ર શાળા જ નહીં પરંતુ સમગ્ર સાગબારા, ડેડીયાપાડા અને ચીખલી તાલુકાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે. વે મેડ હાઇસ્કુલના વિદ્યાર્થી અર્થ નીતિન ચૌધરીએ 99.11 પર્સન્ટાઈલ સાથે એ-1 ગ્રેડ મેળવી તાલુકા સ્તરે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત અર્પિતા આનંદભાઈ વસાવાએ 96.36 પર્સન્ટાઈલ સાથે એ-1 ગ્રેડ મેળવ્યો હતો જ્યારે હેમા છગનારામ ચૌધરીએ 99.22 પર્સન્ટાઈલ સાથે એ-1 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.
વિદ્યાર્થીઓની આ ભવ્ય સફળતાને પગલે શાળામાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના સ્વપ્નદ્રષ્ટા સંચાલક બલવંતભાઈ પરમાર તથા આચાર્યા મીનાક્ષીબેન પરમારે સફળ વિદ્યાર્થીઓ અને વાલીમિત્રોનું ફુલહાર પહેરાવી તેમજ મોં મીઠું કરાવી સ્વાગત કર્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા. શાળાના શિક્ષકગણ તથા વાલીઓએ પણ વિદ્યાર્થીઓની મહેનત, શિસ્ત અને શિક્ષકોના માર્ગદર્શનને આ સફળતાનું મુખ્ય કારણ ગણાવી આનંદ વ્યક્ત કર્યો હતો.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
