<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

હવામાનનો મિજાજ બદલાશે, ગુજરાતમાં પ્રી-મોનસુન એકિટવિટી સક્રિયઃઅંબાલાલ પટેલ

આજથી ત્રણ-ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના વિસ્‍તારોમાં પ્રી-મોનસુન એકિટવિટીની અસર જોવા મળશે

અમદાવાદ : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્‍ચે હવે હવામાનના મિજાજમાં મોટો પલટો આવવાના સંકેતો મળી રહ્યા છે. રાજ્‍યના જાણીતા હવામાન નિષ્‍ણાંત અંબાલાલ પટેલે ચોમાસા પૂર્વેની ગતિવિધિઓને લઈને એક મહત્ત્વની આગાહી કરી છે. તેમના જણાવ્‍યા અનુસાર, રાજ્‍યમાં પ્રિ-મોન્‍સૂન એક્‍ટિવિટી સક્રિય થઈ ચૂકી છે, જેના કારણે આજે જ કેટલાક વિસ્‍તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી ૨૨ મે થી ૨૫ મે દરમિયાન રાજ્‍યના વાતાવરણમાં વ્‍યાપક ફેરફાર જોવા મળશે. આ ચાર દિવસો દરમિયાન પ્રિ-મોન્‍સૂન એક્‍ટિવિટીના ભાગરૂપે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ પડી શકે છે. આ વરસાદ સામાન્‍ય નહીં, પરંતુ પવન અને તીવ્ર ગાજવીજ સાથે થવાની પૂરેપૂરી શકયતા છે. ભરઉનાળે આકાશમાં વાદળો ઘેરાતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે, પરંતુ પવનના કારણે સ્‍થાનિક સ્‍તરે સાવચેતી રાખવી જરૂરી બનશે.

આ પ્રિ-મોન્‍સૂન વરસાદની સૌથી વધુ અસર મુખ્‍યત્‍વે બે ભાગોમાં જોવા મળશે : દક્ષિણ ગુજરાત : વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જેવા વિસ્‍તારોમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

દક્ષિણ સૌરાષ્‍ટ્ર : દરિયાકાંઠાના ભાગો અને જૂનાગઢ, ગીર-સોમનાથ તેમજ અમરેલીના કેટલાક વિસ્‍તારોમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. 

(3:49 PM IST)