તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
વેલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈને થોડું નબળું પડ્યું :રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે
ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યેલો એલર્ટ જાહેર:દરિયાકાંઠાના તોફાની વાતાવરણને કારણે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા ચેતવણી :બંદરો પર એલસીએસ 3 સિગ્નલ લગાડાયું

અમદાવાદ : હવામાન વિભાગની નવી આગાહી અનુસાર આજે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉનું વેલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈને થોડું નબળું પડ્યું છે, તેમ છતાં રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ તેમજ કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ગઇકાલે અમરેલીમાં 82 મિમિ,અને વલસાડમાં 112 મિમિ.વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ ૨૧ ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દરિયાકાંઠાના તોફાની વાતાવરણને કારણે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપી બંદરો પર એલસીએસ 3 સિગ્નલ લગાડાયું છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
