<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ફરિયાદ કર્યા બાદ, પોલીસની કાર્યવાહીથી લોકો સંતુષ્ટ છે કે કેમ? ગુજરાતમાં સહુ પ્રથમ વડોદરા સોંપીનો અનોખો જનસંપર્ક પ્રયોગ

પોતાના નજીકના પોલીસ મથકમાં ફરીયાદ આપનાર ફરિયાદીને સંબંધક પોલીસ મથકમાં પોહચી લોકોને કોઈ ડર વગર સારુ લાગે તેવું નહિ, જે સાચું હોય તે જ જણાવવા નરસિંહમાં કોમાર જણાવી રહ્યા છે : આ રહ્યા પોલીસ કમિશનરના ૪ સવાલ પોલીસનો અનુભવ કેવો રહ્યો! વર્તન યોગ્‍ય હતું કે કેમ? કાર્યવાહી સંતોષકારક લાગી, પોલીસ તમારી ફરિયાદ સાંભળવા તત્‍પર હતી કે તેનું વલણ પરાણે ફરિયાદ લેતા હોય તેવી હતી? સિનિયર સિટીઝન સાથે જવાબદાર અધિકારી યોગ્‍ય વર્તન કરે છે કે કેમ? આનું કારણ એ છે કે જવાબદાર જો શુષ્‍ક હોય તો સ્‍ટાફ પણ એ માર્ગે વળે છે, જોકે ફિડબેક મહદ અંશે ખૂબ સારા મળી રહ્યા છે

રાજકોટ, તા.૧૯: વડોદરા શહેરના પોલીસ સ્‍ટેશનોમાં ફરિયાદ નોંધાવ્‍યા બાદ અરજદારની સમસ્‍યાનું નિરાકરણ આવ્‍યું કે કેમ અને પોલીસના વર્તનથી તેઓ સંતુષ્ટ છે કે કેમ તે જાણવા માટે શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્‍હા કોમાર, IPS દ્વારા ‘જનસંપર્ક' નામે આગવો પ્રયોગ તા.૧૮મી મે થી શરૂ થયો. CBI બેકગ્રાઉન્‍ડ ધરાવતા અને સ્‍વચ્‍છ છબી માટે જાણીતા CP નરસિમ્‍હા કોમાર ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ફરિયાદીઓના નિવાસસ્‍થાન નજીકના પોલીસ મથકે જાતે પહોંચીને ફીડબેક લેવાનો પ્રારંભ થયો છે. જે તે પોલીસ મથકમાં રૂબરૂ રજૂઆત થયેલી ફરિયાદો અંગે ફરિયાદીને અગાઉથી જાણ કરી, CP વિવિધ વિસ્‍તારોના પોલીસ મથકોના ફરિયાદીની રૂબરૂ મુલાકાત લેવાનો પ્રારંભ કરતા લોકોમાં હર્ષની લાગણી જન્‍મી છે.

જનસંપર્ક દરમિયાન CP નરસિમ્‍હા કોમાર ફરિયાદીને ડર્યા વગર પૂછી રહ્યા છે કે ફરિયાદ કરતી વખતે પોલીસનો અનુભવ કેવો રહ્યો, પોલીસનું વર્તન કેવું હતું, ફરિયાદ પછીની કાર્યવાહીથી સંતોષ છે કે કેમ અને પોલીસ ફરિયાદ ઉકેલવા તત્‍પર હતી કે કેમ. પોલીસ કમિશનર નરસિમ્‍હા કોમારે ‘અકિલા'ને જણાવ્‍યું કે, મોટાભાગના ફરિયાદીઓએ સંતોષ વ્‍યક્‍ત કર્યો છે. જ્‍યારે સિનિયર અધિકારી જાતે ફરિયાદીને સાંભળે છે ત્‍યારે લોકોનો પોલીસ પરનો ભરોસો વધે છે. પોલીસ વિશેની ખોટી ધારણા દૂર થશે અને પોલીસ-પ્રજા વચ્‍ચેનું અંતર ઘટશે. તેમણે ઉમેર્યું કે રાજ્‍ય સરકાર પ્રજાલક્ષી કાર્યો, સુરક્ષા અને સલામતી બાબતે ખૂબ ગંભીર છે. આ પ્રયોગથી રાજ્‍ય સરકારની પ્રજાલક્ષી નીતિને વધુ બળ મળશે

(10:41 AM IST)