<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા આઇપીએલ પર રોક કેમ નહીં ?: AAP નેતા બ્રિજરાજ સોલંકીના સરકાર પર પ્રહાર

આગામી સમયમાં ગુજરાત સહિત દેશભરમાં યુવાઓનું મોટુ આંદોલન થવાની પણ ચીમકી ઉચ્ચારી

અમદાવાદ : દેશની વર્તમાન પરિસ્થિતિ અને યુવાનોના વિવિધ પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વડાપ્રધાન મોદીના પેટ્રોલ-ડીઝલના વપરાશ ઘટાડવાના નિવેદન સામે સવાલ ઉઠાવતા કહ્યું કે જો એવું જ હોય તો આઈપીએલ પર રોક કેમ નથી લગાવાતી. તેમણે ગુજરાતમાં ૩૪ પેપર લીક થવાની ઘટનાઓ સામે દિલ્હી-પંજાબની આપ સરકારનો દાખલો આપ્યો હતો. તેમણે આગામી સમયમાં ગુજરાત સહિત દેશભરમાં યુવાઓનું મોટુ આંદોલન થવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

(11:04 PM IST)