<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

કેમ ભણશે ગુજરાત :રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા છતાં હજુ શિક્ષકોની અંદાજે 6,000 જેટલી જગ્યાઓ ખાલી

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અંદાજે 6,000 જેટલી જગ્યાઓ ખાલી પડી:હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ:ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભારે અછત

અમદાવાદ :રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયે એક મહિનો થવા આવ્યો હોવા છતાં, હજુ પણ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભારે અછત જોવા મળી રહી છે. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મહત્વના વિષયોના શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ઠપ્પ જેવી સ્થિતિમાં છે.

 

 ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલના જણાવ્યા મુજબ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અંદાજે 6,000 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. સંચાલકોના જણાવ્યા મુજબ, શિક્ષકોને તેમના ઘરથી દૂર ખૂબ જ અંતરિયાળ વિસ્તારોમાં બદલીના ઓર્ડર આપવામાં આવે છે. જેના કારણે શિક્ષકો ત્યાં હાજર થવાનું ટાળે છે અથવા રાજીનામા આપી દે છે, પરિણામે વિદ્યાર્થીઓને ભણાવનાર કોઈ મળતું નથી.

 

 

આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે રાજ્ય શાળા સંચાલક મંડળે સરકાર સમક્ષ માંગણી કરી છે. મંડળના ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, જો સરકાર ભરતી પ્રક્રિયામાં વિલંબ કરી રહી હોય, તો અમને સ્થાનિક કક્ષાએ 'પ્રવાસી શિક્ષકો'ની પસંદગી કરવાની છૂટ આપવામાં આવે. આ છૂટ મળવાથી વિદ્યાર્થીઓના અભ્યાસનું જે નુકસાન થઈ રહ્યું છે તેને અટકાવી શકાય તેમ છે.

(1:22 PM IST)