<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, વેલમાર્ક અને સિઝનલ ટ્રફ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ

નવસારી, વલસાડ, સુરત, ડાંગ, ભરૂચ અને તાપીમાં અતિભારે વરસાદને પગલે એલર્ટ જાહેર

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં વેલમાર્ક લો-પ્રેશર અને સીઝનલ ટ્રફ સહિતની સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, ભરૂચ અને તાપીમાં અતિભારે વરસાદને પગલે એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, મોરબી, દ્વારકા તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 6 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જોકે હવામાન વિભાગના અનુમાન અનુસાર આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે.

(9:49 PM IST)