તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : બહુચરાજીમાં ભારે વરસાદના પગલે રેલવે અંડરપાસમા પાણી ભરાયા
ભારે વરસાદ વરસતા વહીવટી તંત્રની પોલ પણ આ વરસાદે ફરી એકવાર છતી કરી દીધી: જો વરસાદનું જોર યથાવત રહેશે, તો આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે

મહેસાણા હવામાન વિભાગની આગાહી વચ્ચે મહેસાણાં જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. સમગ્ર જિલ્લામાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે ખેતી માટે વરસાદ આશીર્વાદ બન્યો છે. પરંતુ ભારે વરસાદ વરસતા વહીવટી તંત્રની પોલ પણ આ વરસાદે ફરી એકવાર છતી કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે બહુચરાજી પંથકમાં વરસાદી માહોલ વચ્ચે લોકોની મુશ્કેલીઓ વધી છે. જો કે ભારે વરસાદના પગલે રેલવે અંડરપાસમા પાણી ભરાઈ ગયા છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. મહત્વનું છે કે, બહુચરાજી અંડરપાસમાં પાણી ભરાવાની આ સમસ્યા હવે કાયમી બની ગઈ છે, જેના કારણે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વરસાદને કારણે અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર પર પણ માઠી અસર પડી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, દર ચોમાસે અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે અને તંત્ર દ્વારા માત્ર કામચલાઉ ઉકેલ લાવવામાં આવે છે. આ વખતે પણ સવારથી જ વાહનચાલકોને લાંબા રસ્તે ફરીને જવાની ફરજ પડી હતી. જો વરસાદનું જોર યથાવત રહેશે, તો આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
