<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

સુરતના પુણા વિસ્તારમાં પત્નીને ઘરમાં બંધક બનાવીને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારનાર નરાધમ પતિની ધરપકડ

ઘટનાની જાણ થતાં જ ઉત્તર પ્રદેશથી દોડી આવેલી માતાએ પોતાના જમાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો

સુરતના પુણા વિસ્તારમાં પત્નીને ઘરમાં બંધક બનાવીને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારનાર નરાધમ પતિ અભિમાનચંદ્ર જોંખુલાલ પટેલની પુણા પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી ધાકધમકી આપી લગ્ન કરીને પત્ની રેણુને સુરત લાવ્યો હતો, જ્યાં તેને રૂમમાં પૂરી રાખી રોજ અમાનુષી ઢોર માર મારતો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ થતાં રેણુનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના શરીરે કાળા-લાલ ચકામા અને ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા છે. આ દયનીય ઘટનાની જાણ થતાં જ ઉત્તર પ્રદેશથી દોડી આવેલી કમનસીબ માતાએ ગઈકાલે પોતાના જમાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

(6:14 PM IST)