News of Thursday, 10th September 2026
પરિણીતાએ પતિના બાઇકમાં GPS ટ્રેકર લગાવીને રંગેહાથ પકડયો
પતિ પ્રેમિકા સાથે હોટલ બહારથી ઝડપાયો, પત્નીએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી : ‘‘મર્દ દસ જગ્યાએ મોઢું મારે તો પણ પત્નીને સહન કરવું જોઇએ'' સાસુએ પુત્રનો પક્ષ લીધો

અમદાવાદ,તા.૧૦: ખાનપુર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિના અનૈતિક સંબંધોની હકીકત મેળવવા માટે બાઇકમાં જ જીપીએસ ટ્રેકર લગાવી ઝડપી લીધો હતો. પતિને એરપોર્ટ રોડ પર આવેલી હોટલ બહાર પ્રેમિકા સાથે ઝડપી પાડ્યો હતો. જોકે ટ્રાફિકનો લાભ લઇને પત્નીને ધક્કો મારીને રોડ પર પાડીને પતિએ તેની પ્રેમિકાને રિક્ષામાં ભગાડી દીધી હતી. આ મામલે મહિલાએ પヘમિ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પરિણીતાના પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ખાનપુરમાં રહેતી ૪૦ વર્ષીય મહિલાના વર્ષ ૨૦૧૨માં લગ્ન થયા બાદથી જ પતિ દહેજ માંગીને શારીરિક માનસિક ત્રાસ આપીને માર મારતો હતો. મહિલાએ બે દીકરીને જન્મ આપ્યા બાદ પતિનો સ્વભાવ વધુ આક્રમક બની ગયો હતો. બે દીકરી અને બાદમાં દીકરાના જન્મ પછી મહિલાના પતિનું વર્તન બદલાઇ જતા પતિને અન્ય ષીઓ સાથે આડા સંબંધ હોવાની મહિલાને શંકા ગઇ હતી. એક દિવસ મહિલાની બહેનપણીને બોલાવીને તેની સાથે અનૈતિક સંબંધ રાખવા પતિએ ઓફર કરી હોવાની મહિલાને જાણ થતાં તેની શંકા પાક્કી બની હતી. જેથી પરિણીતાએ પતિના બાઇકમાં ગુપ્ત રીતે જીપીએસ ટ્રેકર ફિટ કરી દીધું હતું. બાદમાં મહિલાએ જીપીએસ ટ્રેકર ટ્રેક કરતા પતિ તેની ભાભી સહિતની મહિલાઓ સાથે હોટલમાં જતો હોવાનો ભાંડો ફુટ્યો હતો.
એક દિવસ પતિએ અચાનક દુકાનેથી આવીને પત્ની અને બાળકોને માર માર્યો હતો. જેથી પરિણીતાએ તેની સાસુને આડા સંબંધ બાબતે ફરિયાદ કરતા સાસુએ પણ ‘‘મર્દ દસ જગ્યાએ મોઢું મારે તો પણ પત્નીને સહન કરવું જોઇએ'' કહીને પુત્રનો પક્ષ લીધો હતો. પરિણીતાના પતિએ તેની માતાના માથે હાથ મૂકીને અન્ય કોઇ સાથે સંબંધ ન હોવા અંગે ખોટા સોગંધ ખાધા હતા. જે બાદ પતિએ તલાક આપવાની ધમકીઓ આપી હતી. થોડા દિવસો પહેલા પરિણીતાના પતિએ દુકાનના સીસીટીવી અને મોબાઇલ બંધ કરી દીધા હતા. બપોરે મોબાઇલ શરૂ થતાં જ મહિલાએ જીપીએસ ટ્રેક કરતા પતિનું લોકેશન એરપોર્ટ રોડ સ્થિત હોટેલ ખાતે મળ્યું હતું. પરિણીતા તુરંત ત્યાં પહોંચી હતી અને પતિને અજાણી મહિલા સાથે બાઇક પર રંગેહાથ પકડી પાડ્યો હતો. પરિણીતાએ હોટલ બહાર પતિને રોકીને મહિલા બાબતે પૂછતાં પતિએ ‘આ મારી બીજી પત્ની છે' તેમ કહીને ટૂંક સમયમાં લગ્ન કરવાનો છું તેવું રટણ કર્યું હતું. પરિણીતાએ વિરોધ કરતાં પતિએ તેને ધક્કો મારીને રોડ પર પાડી દઇને ટ્રાફિકનો લાભ લઇને પ્રેમિકાને રિક્ષામાં ભગાવી દીધી હતી. જેથી પરિણીતાએ ૧૧૨ પર ફોન કર્યા બાદ આ મામલે પશ્વિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
