હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
કાલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાનારી વાયરલેસ PSI, MT PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ
રાષ્ટ્રીય સ્તરની 'NEET' પરીક્ષા તે જ દિવસે હોવાને કારણે વહીવટી અનુકૂળતા ખાતર પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો

ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 21 જૂનના રોજ લેવાનારી પોલીસ ભરતીની લેખિત પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરની 'NEET' પરીક્ષા તે જ દિવસે હોવાને કારણે વહીવટી અનુકૂળતા ખાતર પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે.
પોલીસ ભરતી બોર્ડ દ્વારા 21 જૂનના રોજ વિવિધ ટેકનિકલ અને સ્પેશિયલ કેડર માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષાઓ હાલ સ્થગિત કરવામાં આવી છે, તેમાં નીચેની કેડરનો સમાવેશ થાય છે.
- વાયરલેસ પીએસઆઈ (Wireless PSI)
- એમટી પીએસઆઈ (MT PSI)
- હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર અને મેકેનિક
આ તમામ સંવર્ગની લેખિત પરીક્ષાઓ હાલ પૂરતી રોકી દેવામાં આવી છે
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
