<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણ અને પથ્થરમારાની ઘટનામાં મહિલા સહીત 12 લોકોની ધરપકડ

મિત્રો વચ્ચે થયેલી સામાન્ય મજાક-મસ્તી એ રાતના અંધારામાં બંને પક્ષના પરિવારોએ પથ્થર અને લાકડાના દંડા લઈને સામસામે આવી ગયા હતા

અમદાવાદમાં એક તરફ રથયાત્રાની તૈયારીઓ શરૂ થઇ છે, ત્યારે  બીજી તરફ અમદાવાદના અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા દરિયાપુર વિસ્તારમાં મજાક મસ્તીની બાબતે બે જૂથો વચ્ચે અથડામણ અને પથ્થરમારાની ઘટના સામે આવી છે. મિત્રો વચ્ચે થયેલી સામાન્ય મજાક-મસ્તી એ રાતના અંધારામાં બંને પક્ષના પરિવારોએ પથ્થર અને લાકડાના દંડા લઈને સામસામે આવી ગયા હતા. દરિયાપુર પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને મહિલાઓ અને સગીરો સહિત 12 લોકોની ધરપકડ કરી છે.

(12:45 AM IST)