તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
નવસારીના તીઘરાવાડી નજીક આવેલ શાશ્વત એપાર્ટમેન્ટમાં ચોથા માળેથી મહિલાએ કર્યો આપઘાત
મૃતક કોમલબેન છેલ્લા કેટલાક સમયથી બીમારીથી પીડાતા હતા અને તેમની સારવાર પણ ચાલુ હતી.

નવસારીના તીઘરા રોડ પર આવેલા શાશ્વત એપાર્ટમેન્ટમાં એક ઘટના બની છે. આજે સવારે 39 વર્ષીય કોમલબેન હાર્દિક શાહે એપાર્ટમેન્ટના ધાબા પરથી નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છે.
મૃતક કોમલબેન શાહ સવારે આશરે 11:30 વાગ્યે આ પગલું ભર્યું હતું. તેમના પતિ હાર્દિક શાહે જણાવ્યું કે, કોમલબેન છેલ્લા કેટલાક સમયથી બીમારીથી પીડાતા હતા અને તેમની સારવાર પણ ચાલુ હતી. પ્રાથમિક આશંકા છે કે બીમારીના કારણે તેમણે આત્મહત્યા કરી.
કોમલબેનના પરિવારમાં હવે પતિ હાર્દિકભાઈ, વૃદ્ધ સાસુ અને 18 વર્ષીય દીકરી છે. ધોરણ-12 માં ભણતી દીકરીએ માતા ગુમાવતા પરિવાર શોકમગ્ન છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
