તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
વલસાડના શાકભાજી માર્કેટ પાસે વિશાલ કોમ્પલેક્સમાં મહિલાને ચાકૂ બતાવી બંધક બનાવી 3.86 લાખની લૂંટનાર ત્રણ શખ્શો ઝબ્બે:યુવરાજસિંહ જાડેજા
મોગરાવાડીનો લૂંટારુ વિશાલ 1 વર્ષ પહેલા આ મહિલાના ફલેટની લોબીમાં રંગકામ કરવા આવ્યો હતો:મહારાષ્ટ્રના તેના બીજા 3 સાગરિતોને મોગરાવાડી તેના ઘરે બોલાવી લૂંટના પ્લાન ઘડી બે ત્રણવાર રેકી કરી લૂંટને અંજામ આપ્યો:વલસાડ એલસીબીએ આ ચારે લુંટારાને બાતમી આધારે ઝડપી પાડ્યા

વલસાડના .28 એપ્રિલે ધોળે દિવસે શાકભાજી માર્કેટ પાસે વિશાલ કોમ્પલેક્સમાં રહેતી એક મહિલા પ્રથમ માળે ફલેટમાં ઘરમાં એકલી હતી અને તેની કામવાળી બાઇ કામ કરી રહી હતી.ત્યારે ત્રણ લૂંટારુ ત્રાકયા હતા બંને મહિલાને બંઘક બનાવીને લૂંટારુએ ઘરમાં 3.86 લાખની મત્તની લૂટુ કરી ત્રણ લૂંટારુ ફરાર થઇ ગયા હતા આ ઘટનાની જાણ વલસાડ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી વલસાડ પોલીસને મળેલી બાબતમી આધારે વલસાડ એલસીબી પોલીસે મોગરાવાડીનો એક કલર કામ કરતો યુવાને પોતાના મહારાષ્ટ્રના ત્રણ મિત્ર લૂંટ અંજામ આપીયો હતો વલસાડ એલસીબી પોલીસે ચારે લૂંટારુને ઝડપી પાડ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર .28 એપ્રિલે ધોળે દિવસે શાકભાજી માર્કેટ પાસે વિશાલ કોમ્પલેક્સમાં રહેતી એક મહિલા પ્રથમ માળે ફલેટમાં ઘરમાં એકલી હતી અને તેની કામવાળી બાઇ કામ કરી રહી હતી.ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ ફલેટમાં ઘૂસી જઇ કામવાળીને બાંધી દઇ એક ખુણામાં બેસાડી બંધક બનાવી દીધી હતી અને બાજૂના રૂમમાં મહિલા બાથરૂમાં હતી ત્યારે મોઢું દબાવી તેમણે પહરેલા દાગીના ઉતરાવી લીધા હતા અને તેણીના હાથપગ બાંધી દઇ બેડરૂમમાં બંધક બનાવી હતી. બાદમાં કબાટની ચાવી માગી હતી અને તેમાંથી રોકડા 3.21 લાખ, સોનાની ચેઇન, નાકની જળ, 1 પાઉન્ડ, સિક્કા, ચાંદીનો સિક્કો, બગસરાના દાગીના, ધાતૂ અને ચાંદીની મૂર્તિઓ અને પીત્તળના દિવા કિ. રૂ. 11.250 મળી કુલ 3.86 લાખની મતા લૂંટીને ફરાર થઇ ગયા હતા.
આ ઘટનાની જાણ વલસાડ પોલીસ થતા વલસાડ એસપી સહીત ઉચ્ચ અધીકારી ઘટના સ્થળે ઘસી આવ્યા હતા વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના અને ડીવાયએસપી એ.કે.વર્માના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજો, ટેકનિકલ વર્કઆઉટ અને સર્વેલન્સમાં પીએસઆઇને મળેલી બાતમીના આધારે મોગરાવાડી રહેતા મૂળ સોલાપુર, માળસીરસ, નાતેપૂતેના 34 વર્ષીય વિશાલ ઉર્ફ ડીજે જયપાલ કાંબલેને ઝડપી પાડી તેની કડક પૂછપરછ કરતાં આ લુંટના ગુનાનો ભેદ ખુલ્યો હતો
તેની સાથે મહારાષ્ટ્રના સાંઇ આનંદ ચૌવાણ( ઉ.19)( રહે. એકંબે કોરેગાંવ જિ. સતારા) આકાશ ઉર્ફ અક્ષય જાધવ ( ઉ.19)( રહે. ગુરૂસાટે, વરુજ,જિ.સતારા, મહારાષ્ટ્ર )અને રંજિત ઉર્ફ તાતિયા સુખદેવ માને (ઉ.31(( રહે. બોડકે, તા.દેવકી, તા.માન,જિ.સતારા)ના હોવાનું બહાર આવ્યું હતું.વલસાડ એલસીબીએ ચાકૂ, રોકડ રૂ.3.21 લાખ, 4 મોબાઇલ, દાગીના કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોગરાવાડીનો વિશાલ 1 વર્ષ પહેલા આ મહિલાના ફલેટની લોબીમાં રંગકામ કરવા આવ્યો હતો ત્યારે વિશાલને આ મહિલા ફલેટમાં એકલી રહેતી હોવાની ખબર હતી. જેથી તેણે મહારાષ્ટ્રના તેના બીજા 3 સાગરિતોને મોગરાવાડી તેના ઘરે બોલાવી લૂંટના પ્લાન ઘડી બે ત્રણવાર રેકી કરી લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ લૂંટારા વિરુધ્ધ મહારાષ્ટ્ર તારા, નાસિક, સોલાપુરમાં પણ ગુના નોંધાઇ ચૂક્યા હતા
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
