<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

પંચમહાલના શહેરાના નાંદરવા ગામે વીજળી પડતાં એક મહિલાનું કરૂણ મોત: અન્ય એક મહિલા ગંભીર

ખેતરમાં ડાંગરની રોપણીની કામગીરી ચાલતી હતી ત્યારે અચાનક ગાજવીજ સાથે વીજળી ત્રાટકતાં સંતોકબેન નામની મહિલાનું ઘટનાસ્થળે જ નિધન થયું

પંચમહાલના શહેરા તાલુકાના નાંદરવા ગામે વીજળી પડતાં એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. ગામના ખેતરમાં ડાંગરની રોપણીની કામગીરી ચાલી રહી હતી તે સમયે અચાનક ગાજવીજ સાથે વીજળી ત્રાટકતાં સંતોકબેન નામની મહિલાનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી અન્ય એક મહિલાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ઘટના અંગે જાણ થતાં શહેરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(9:47 PM IST)