તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 5th May 2026
સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં એક મોલમાં ચેન્જિંગ રૂમમાં મહિલા ફસાઈ
ફાયર બ્રિગેડની ટીમે સમયસર કાર્યવાહી કરીને ચેન્જિંગ રૂમનો દરવાજો તોડી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી

સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક મોલમાં ચેન્જિંગ રૂમમાં મહિલા ફસાઈ જતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચેન્જિંગ રૂમનો દરવાજો અચાનક લોક થઈ જતા મહિલા અંદર જ ફસાઈ ગઈ હતી અને બહાર આવી શકી નહોતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ટીમે સમયસર કાર્યવાહી કરીને ચેન્જિંગ રૂમનો દરવાજો તોડી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ ઇજા થઈ નહોતી અને મહિલા હેમખેમ બહાર આવી ગઈ હતી.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
