તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 3rd June 2026
અમદાવાદના ધોળકાના કેલિયા વાસણા ગામ પાસે મહિલાનો સળગેલો મૃતદેહ મળ્યો: ભારે ચકચાર
મૃતક મહિલા બદરખા પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ફરજ બજાવતાં હતા: શિક્ષિકા ગત રોજ વસ્તી ગણતરીના સરકારી કામ અર્થે આવ્યા હતા

અમદાવાદના ધોળકાના કેલિયા વાસણા ગામ પાસે મહિલાનો સળગેલો મૃતદેહ મળ્યો છે. કેનાલના પાળા પરથી મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક મહિલા બદરખા પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ફરજ બજાવતાં હતા. શિક્ષિકા ગત રોજ વસ્તી ગણતરીના સરકારી કામ અર્થે આવ્યા હતા. શિક્ષિકા રીનાબેન સાંજે ઘરે પરત ન ફરતાં પરિવારે ફરિયાદ કરી હતી. સ્થાનિક ખેડૂતે મહિલાના સળગેલા મૃતદેહને જોતાં પોલીસને જાણ કરી હતી . પોલીસે આરોપીને ઝડપવા FSL, ડોગ સ્કવોડ સહિતની મદદ લીધી છે શિક્ષિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે .
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
