તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
રાજપીપળા નવા ફળિયાની મહિલાઓએ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બદનામ કરતા શખ્સ વિરુદ્ધ આવેદન આપ્યું
નવા ફળિયાની મુસ્લિમ મહિલાઓએ સમાજના પ્રતિષ્ઠીત માણસો તેમજ નવયુવાનોને સામે ખોટી અરજી કરી બદનામ કરવા મુદ્દે પોલીસ વડાને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા )નર્મદા:રાજપીપલા શહેરના નવાફળીયા વિસ્તારમાં અસામાજીક પ્રવુતીઓ કરતો હનીફ ઉર્ફે બોબડો ગુલામનબી શેખ, જે કોઇકાયદેસરનો ધંધો કરતો નથી તેને બે નંબરનોધંધો જેવા કે ગેરકાયદેસર તાંબા તેમજ અન્ય ચોરીના માલની ખરીદી વેચાણ કરવુ બીજાના નામે પોતાનોરૂપીયા દારૂ અને નશાયુક્ત વસ્તુઓનો વેપાર કરવો ગેરકાયદેસર બજારમાં ૨૦ % થી ૩૦ % સુધી વ્યાજનો ધંધો કરવો અને શાકમાર્કેટ વિસ્તારમાં બટાકાવાળાની લારી પાસે ઉભો રહી જાહેરમાં ધાક ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરવી લોકોને ધાકધમકી આપી ગામ છોડી દેવા મજબુર કરવા તેમજ રાજપીપલા શહેરમાં ગેરકાયદેસર ધંધો કરતા લોકોને ધંધો કરવા મોટા પાયે નાણાંકીય મદદ કરવી તેમજ કોઈ ઈસમે લીધેલા નાણાં પરત નહી કરે તો તેઓના ચેકો લઈને તેઓનીસામે મોટી રકમો ભરી કોર્ટોમાંચેકોના કેશો પોતાના નામે તેમજ તેના સાગરીતોના નામે કોર્ટમાં દાખલ કરી નિદોર્ષ ગરીબ મજુરીયાત ઈસમોનું શોષણ કરે છે. તેમજ નિદોર્ષ ગરીબ માણસોનાવાહનોગાડીઓનો ગેરકાયદેસર કબજો કરી લેવો તેમજ શોષણ કરવુ.
હનીફ ઉર્ફે બોબડો ગુલામનબી શેખની વિરુધ્ધ પોલીસ સ્ટેશનમાં પણ ફરીયાદો દાખલ થયેલી છે. આ ઇસમ સામે કેટલા બધા ગુનાઓ નોંધાયેલા છે.કેટલા કેશોમાં તો આ ઇસમ ફરીયાદીને ધાકધમકી આપી ફરીયાદો પાછી ખેંચાવી લે છે અને પૈસાના જોરે દબાણ લાવી સમાધાન પણ કરાવી લે છે. આ ઇસમ ચોરીની તસકરી તેમજ સરકારી માલની ચોરી કરવી, શાકમાર્કેટમાં નાના મજુર અને ગરીબ માણસોને ઉચા દરે વ્યાજે નાણાં આપી તેઓનુ શોષણ કરે છે.આખા દીવસ મજુરી કરી મહેનતા રૂપીયા આવા લોકો પાસેથી પોતાના ઘરે લઇ જાય છે.આવા તત્વોના લીધે આખો મુસ્લીમ સમાજ બદનામ થાય છે.
આ ઇસમ નવાફળીયાના મુસ્લીમ સમાજના નવયુવાનો તેમજ સારી નામના ધરાવતા પ્રતિષ્ઠિત સમાજના આગેવાનોના વિરુધ્ધમાં ખોટી અરજીઓ કરવાની ધમકીઓ આપતો રહયો છે. આ વ્યકતીનો કોઈ જાહેર ધંધો કરતો નથી. અને લાખો રૂપીયા બજારમાં વ્યાજે ફેરવે છે તો આ નાણાં કયાંથી લાવી ફેરવે છે એની તપાસ કરી એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી છે.
આપ સાહેબને નમ્ર અપીલ છે કે આ વ્યકતીએ હાલમાં કરેલ અરજી અને ભવિષ્યમાં કોઈ અરજી કરે તો તેઓની પાસે પુરાવા માંગી આપણા સ્તરે તપાસ કરાવી પછી એ અરજી ઉપર કોઇ કાર્યવાહી કરવા આપને નમ્ર અપીલ છે જેથી કોઇ નિદોર્ષ નવયુવાન તેમજ સારો માણસની સામે કોઈ ખોટી અરજીના કારણે કોઇ કાર્યવાહી ન થઇ જાય અને તેને પરેશાની ભોગવવી ન પડે.
આ ઇસમ માથાભારે અને ઝનુની સ્વભાવનો ઇસમ છે અને તેઓની ઉપર અસંખ્ય ફરીયાદો થયેલી છે અને હાલમાં તેઓ સામે કેસો ચાલે છે.જેથી અમો નવાફળીયા મુસ્લીમ સમાજના નવયુવાનો તેમજ સારા નાગરીકો આપ સાહેબને વિનંતી ભરી અપીલ કરીએ છીએ કે આવી ગેરાયદેસર પ્રવુતીઓમાં સંડોવાયેલો ઇસમ સમાજમાં દુષણ ઉભુ કરી સમાજના નિદોર્ષ છોકરાઓને ફસાવવા તેઓની સામે ખોટી ખોટી અરજીઓ કરતો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ભવિષ્યમાં કોઇ સારા સમાજના નાગરીકને હેરાન નહીં કરે કે કોઇ ખોટી અરજી નહી કરે તે માટે તેઓની સામે કાર્યવાહી કરવા અરજ છે. આવેદન માં કરેલા આ આક્ષેપો સાચા કે ખોટા એ તપાસ બાદ ખબર પડશે
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
