તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 5th September 2026
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જન્માષ્ટમીનો મંડપ બાંધવા બોલાચાલીમાં સાંજે ચપ્પુ અને લાકડાના દંડા વડે જીવલેણ હુમલો: 4 આરોપીની અટકાયત
હુમલામાં ચપ્પુ અને દંડાના ઘા વાગવાથી બંને પક્ષે ઈજાગ્રસ્ત થયેલા લોકોને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

:અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી મહમદ કસાઈની ચાલીમાં જન્માષ્ટમીનો મંડપ બાંધવા મુદ્દે બે જૂથ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામસામી મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઘટનામાં 25 વર્ષીય અખિલેશ યાદવ અને 23 વર્ષીય તુષાર ડાભી દ્વારા એકબીજાના પરિવાર અને મિત્રો વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પોલીસે 4ની અટકાયત કરી છે.
મળતી વિગત મુજબ સવારે થયેલા સામાન્ય ઝઘડાની અદાવત રાખીને સાંજે 7 વાગ્યાની આસપાસ બંને જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં ચપ્પુ અને લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ધિંગાણામાં એક મહિલાને દંડાથી માર મારતો વિડીયો પણ સામે આવ્યો છે. હુમલામાં ચપ્પુ અને દંડાના ઘા વાગવાથી બંને પક્ષે ઈજાગ્રસ્ત થયેલા લોકોને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
