તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
વડાપ્રધાનની અપીલ બાદ સચિવાલયમાં 'વર્ક ફ્રોમ હોમ' અને '5 ડેઝ વીક' અમલમાં મૂકવાની માંગ
ધી ગુજરાત સચિવાલય ફેડરેશનના પ્રમુખ અને મહામંત્રી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત

ગાંધીનગર :અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલા ઊર્જા સંકટને જોતા વડાપ્રધાન મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરવામાં આવી છે. જેના પગલે ગુજરાત સચિવાલયમાં પણ 'વર્ક ફ્રોમ હોમ' અને '5 ડેઝ વીક'ને અમલમાં મૂકવાની માંગ ઉઠી છે.
હકીકતમાં ધી ગુજરાત સચિવાલય ફેડરેશન સાથે આશરે 2500 જેટલા કર્મચારીઓ સંકળાયેલા છે. જેના પ્રમુખ અને મહામંત્રી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.
જેમાં તેમણે જણાવ્યું છે કે પીએમ મોદીએ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, વર્ક ફ્રોમ હોમ અપનાવવા અને વર્ચ્યુઅલ મિટિંગને પ્રાથમિક્તા આપવા માટે અપીલ કરી છે. આથી વર્તમાન વૈશ્વિક કટોકટી અને ઈંધણ બચતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પણ આ દિશામાં યોગ્ય પગલા ભરવા જોઈએ
ગુજરાત સચિવાલયમાં દરરોજ મોટી સંખ્યામાં કર્મચારીઓ અવર-જવર કરતાં હોવાથી ટ્રાફિકનો બોજ વધવાની સાથે પેટ્રોલ-ડીઝલનો વપરાશ પણ વધે છે. અગાઉ કોરોના કાળ દરમિયાન ઈ-ઑફિસ, વીડિયો કોન્ફરન્સિંગ, વર્ચ્યુઅલ મિટિંગ જેવી સિસ્ટમ અમલમાં મૂકાઈ હતી, ત્યારે તેના સકારાત્મક પરિણામો મળ્યા હતા.
આથી સચિવાલયના કર્મચારીઓ માટે 'હાઈબ્રિડ વર્ક મોડલ' શરૂ કરવું, 5 ડેઝ વીક અમલમાં મૂકવા તેમજ રોટેશન પ્રમાણે વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
જેનાથી માત્ર પેટ્રોલ-ડીઝલમાં બચત થવાની સાથે જ ટ્રાફિકમાં ઘટાડો, પ્રદૂષણ નિયંત્રણ, સમયની બચત, ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન અને કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો જેવા સકારાત્મક પરિણામો મળશે.
પીએમ મોદીની અપીલને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કોન્વોય મોટર કારોના કાફલામાં કાપ મૂક્યો છે. જેના ભાગરૂપે ગઈકાલે મુખ્યમંત્રી અમરેલીમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે માત્ર 3 કાર સાથે જ પહોંચ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. આ સિવાય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા તેમજ શ્રમ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ પણ ઈમરજન્સી સ્થિતિ સિવાય પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી છે.
.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
