હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજપીપળા સહિત આસપાસના ગામોમાંથી કેળા ભરવા આવતા કામદારોનો અવધૂત મંદિર પાસે હલ્લાબોલ
કેળા ભરવાની મજૂરીમાં વધારો કરવાની માંગ સાથે મજૂરો રંગ અવધૂત મંદિર સામેના ગરનાળા પાસે એકઠા થયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:હાલમાં પેટ્રોલ, ડીઝલ દૂધ સહિતના ભાવોમાં વધારો થયો છે તેવામાં રાજપીપળા સહિત આસપાસના ગામડાઓમાંથી કેળા ભરવા આવતા કામદારોને વર્ષોથી એક જ ભાવ મળતા આ કારમી મોંઘવારીમાં ગુજરાન ચાલી શકે તેમ નહી હોવાથી આજે સવારે 200 જેવા મજૂરો રાજપીપળા રંગ અવધૂત મંદિર સામે આવેલા ગરનાળા પાસે એકઠા થઈ મજૂરી વધારવા માંગ કરી હતી
મળતી માહિતી અનુસાર રાજપીપળામાં કેળાના વેપારીઓ આસપાસના ગામડાઓમાંથી કેળા ખરીદી ટ્રક કે ટેમ્પોમાં ભરી બહાર વેચાણ કરતા હોય છે જેમાં વાહનોમાં કેળા ભરતા મજૂર વર્ગને હાલમાં મળતા મજૂરીના રૂપિયા આ મોંઘવારીમાં પરવડે તેમ નહી હોવાથી અને તેઓ એ અગાઉ ઘણીવાર મજૂરી વધારવા વેપારીઓને રજૂઆત કરી છતાં વધારો નહીં કરતા આજે 200 જેવા મજૂરો રંગ અવધૂત મંદિર સામે ભેગા થઈ મજૂરી વધારાની માંગ કરી હતી અને હજુપણ જો મજૂરી નહીં વધે ત્યાં સુધી તેઓ તેમની કામગીરી થી અળગા રહેશે તેમ જણાવ્યું હતું.
જોકે આ જગ્યા પર આદિવાસી સમાજના આગેવાન મહેશ વસાવા (મણકો) ત્યાં આવી પહોચતા મજૂરો ની તરફેણ માં હાજર પોલીસ અને મહેશભાઈ વચ્ચે થોડી ચકમક થઈ હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
