તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ -૨૦૨૬નું તા.૧૫થી ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજન: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
WCEF -2026ના ૧૦મા સોપાનનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેંદર યાદવના હસ્તે થશે

ગાંધીનગર :કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાની “વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ”નું આગામી તા. ૧૫ થી ૧૮ સપ્ટેમ્બર ,૨૦૨૬ દરમિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ફોરમનું સૌપ્રથમવાર આયોજન ગુજરાતમાં અને એમાં પણ પાટનગર ગાંધીનગરમાં સ્થિત મહાત્મા મંદિર ખાતે થઈ રહ્યું છે, જે ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
આ ફોરમ સર્ક્યુલર ઇકોનોમીના ક્ષેત્રમાં નીતિ સંવાદ, માહિતી આદાન- પ્રદાન અને આંતરરાષ્ટ્રીય સહકાર માટેનું અગ્રણી વૈશ્વિક માધ્યમ છે. WCEF -2026ના ૧૦મા સોપાનનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેંદર યાદવના હસ્તે કરવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ ફોરમ સંસાધન કાર્યક્ષમતા, ટકાઉ ઉત્પાદન અને વપરાશ, ઇનોવેશન તથા સર્ક્યુલર ઇકોનોમી આધારીત વ્યાવાસાયિક મોડેલ્સને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વૈશ્વિક નીતિ નિર્માતાઓ ,આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે એક વૈશ્વિક મંચ છે.
ઉલ્લેખનિય છે કે, દેશ-વિદેશમાંથી આ ફોરમમાં ૨૫૦૦ જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની ભાગીદારીથી અને ફિનલેન્ડની SITRAના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
આ ફોરમ અંતર્ગત કુલ ૦૪ પ્લેનરી સેશન, ૧૬ પેરેલલ ટેકનિકલ સેશન તથા ૮૦ એક્સેલરેટર સેશન યોજાશે. આ ઉપરાંત ૧૪૬ પ્રદર્શન સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે. જેમાં, ૧૧ આંતરરાષ્ટ્રીય અને ૧૩૫ ભારતીય સ્ટોલ્સ સામેલ છે, ભારતીય સ્ટોલ્સમાં ૬૩ સ્ટોલ્સ ગુજરાતના રહેશે.
WCEF-2026ના દેશ અને ગુજરાતના સર્ક્યુલર ઇકોનોમી, રિસોર્સ એફીશિયન્સી ટકાઉ ઔદ્યોગિક વિકાસ, રિસાઈકલિંગ કચરા વ્યવસ્થાપન તથા મિશન LiFE ક્ષેત્રે નેતૃત્વને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે મહત્વપૂર્ણ રહેશે
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
