<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

રાજ્યના 16 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાને લઈને યલો એલર્ટ જાહેર

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે: કેટલાક વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાવાની શક્યતા

અમદાવાદ : રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના 16 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના વધી છે.

  સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

(11:35 AM IST)