<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

રાજપીપળા સુર્યા કોમ્પલેક્ષ બજાજ શો રૂમની આગળ યુવાન પર લાકડી અને ઈંટ વડે હુમલો : મારી નાંખવાની ધમકી

જમણા કાન ઉપર માથાના ભાગે મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગુન્હો નોંધાયો

( ભરત શાહ દ્વારા )નર્મદા:રાજપીપળા શહેરમાં આવેલા સુર્યા કોમ્પલેક્ષ પાસે બે યુવાનો એ એક યુવાન પર લાકડી અને ઈંટ મારી ઇજા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર રવિનકુમાર કરશનભાઇ વસાવા( ઉ.વ.૩૦ )(રહે-રસેલા,આદિવાસી ફળીયુ તા-નાંદોદ જી-નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તા.૧૧/૦૯/૨૦૨૬ ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં રાજપીપલા સુર્યા કોમ્પલેક્ષમાં આવેલ બજાજ શો રૂમની આગળ ઉભા હતા તે વખતે નિરવભાઇ મહેન્દ્રભાઇ વસાવા (૨) મિતેશ ઉર્ફે ભોલો કિશોરભાઇ વસાવા (બન્ને રહે-દેશમુખ ફળીયુ રાજપીપલા )નાઓ આવેલા અને નિરવ વસાવા એ ફરીને કહેલ કે તું કેમ અગાઉ મારા પિતાજીને માર્યા હતા અને અમારી સાથે ઝગડા કરે છે તેમ કહી ગાળો બોલવા લાગતા ફરી.એ ગાળો બોલવાની ના પાડતા તનિરવ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાંની લાકડી વડે ફરી.ને જમણી બાજુ કમરના ભાગે તથા ડાબા સાથળના ભાગે મારી ઇજા કરી તેમજ મિતેશ વસાવા એ તેના હાથમાં ઇંટ લઇને ફરી.ને જમણા કાન ઉપર માથાના ભાગે મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે બે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:39 PM IST)