તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
ગાંધીનગરના સરગાસણ પાસે નાસ્તા બાબતે તકરારમાં યુવકની ક્રૂર હત્યા: આરોપીઓએ યુવકને નગ્ન કરી દોરડાથી બાંધીને માર માર્યો
પોર ગામ નજીક મળેલી બિહારના વતની યુવકની લાશના કેસમાં CCTV ફૂટેજના આધારે પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગરના સરગાસણ પાસે એક્ટિવા ઉભી રાખી નાસ્તો ક્યાં મળશે તે પૂછવા બાબતે થયેલી તકરાર ઉગ્ર બનતા યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. 7 આરોપીઓએ યુવકને નગ્ન કરી દોરડાથી બાંધી નિર્દયતાથી માર માર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચાડી મૃતદેહને રસ્તા પર ફેંકી દેવાયો હતો. પોર ગામ નજીક મળેલી બિહારના વતની યુવકની લાશના કેસમાં CCTV ફૂટેજના આધારે પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
