News of Tuesday, 1st September 2026
બહેન સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે યુવાનનું અપહરણ કરી ફાર્મ હાઉસ લઈ જઈ ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો
ધોળે દિવસે યુવાનનું અપહરણ કરનાર આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ થતાં ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા )નર્મદા : રાજપીપળામાં ધોળે દિવસે એક યુવાનનું અપહરણ કરી ઢોર માર મારનાર આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી અનુસાર જીગર પંકજભાઈ મિસ્ત્રી (રહે. સોનીવાડ, રાજપીપળા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ ટ્રાઇડન ટાઇકન કોમ્પલેક્ષ પર તેમની નોકરી પર હતા ત્યારે પ્રિતભાઇ કલ્પેશભાઇ પટેલ (રહે.સોનીવાડ રાજપીપળા) નાઓએ ફળિયાના એક બહેનને જીગર સાથે પ્રેમસંબંધ હોય જે બાબતની રીસ રાખી (૧) પ્રિતભાઇ કલ્પેશભાઇ પટેલ (૨) શુભમ મિતેશભાઇ પટેલ (૩) યુગ જલવંતભાઇ પટેલ (૪) દેવાંગભાઇ ભાવેશભાઇ રબારી (તમામ રહે. સોનીવાડ રાજપીપળા) (૫) ધ્રુવ સોલંકી જેના પુરા નામની ખબર નથી તે (રહે.રાજપીપળા આરબ ટેકરા )(૬) જીલ (જેનું પુરા નામ સરનામાની ખબર નથી(૭) વિશ્વ વિશાલ પાઠક (રહે. આદિત્ય-૦૨ કલેક્ટર કચેરી સામે રાજપીપળા) (૮) કર્મવિર ગોહીલ જેના પુરા નામની ખબર નથી તે (રહે.રાજપીપળા રાજપુત ફળીયા) નાઓ એક સંપ થઇ હ્યુન્ડાઈ આઈ-10 ગાડી નં-GJ-22-P-7421 માં અને ઈનોવા હાઈક્રોસ ગાડી નં- GJ-22-P-7599 માં આવી ડ્રાઇડન ટાઇકન કોમ્પલેક્ષની બહાર બંને ગાડીઓ ઉભી રાખી જીગર પાસે વ્રજ ઓટો રોયલ ઈનફીલ્ડ શો રૂમમાં જઈ "તમો બહાર આવો તેમ કહેતા જીગરે મારુ કામ પુરુ કરીને હું આવુ છુ તેમ કહેતા આરોપીઓએ જીગર ને પકડી માર મારી શો રૂમ બહાર ખેંચી જઇ હ્યુન્ડાઈ આઈ-10 ગાડી નં-GJ-22-P-7421 માં બળજબરીપૂર્વક બેસાડી દઇ જીગરનું અપહરણ કરી નિકોલી ગામ ખાતે આવેલ ફાર્મ પર લઈ જઇ જીગરને ઝાડ સાથે દોરડા વડે બાંધી, પગને દોરડાથી આટી મારી તમામ આરોપીઓએ ગડદાપાટુનો માર મારી તે પછી બે લાકડીઓ લઈ આવી જેના વડે શરીરે વારાફરથી માર મારી જીગરના પરિવારજનોને ઉઠાવી જવાની અને પિતાની નોકરી ખાઇ જઈશુ તેવી ગુન્હાહિત ધમકી આપી આરોપીઓએ જીગરને ફાર્મ પરથી હ્યુન્ડાઈ આઈ-10 ગાડી નં-GJ-22-P-7421 માં બેસાડી કાંદરોજ ગામે પ્રાથમિક શાળા પાસે જાહેર રોડ પર લઇ જઇ ગાડીમાંથી બન્ને પગ પકડી બહાર કાઢીને રોડ પર ઘસડેલ આમ જીગરને શરીરે ઇજાઓ પહોંચાડી ગુનો કરતા રાજપીપળા પોલીસે આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
