<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

કોંગોથી આવેલા યુવકનો ઇબોલા ટેસ્ટ નેગેટિવ : ફાલ્સીપારમ મલેરિયાનું નિદાન

વડોદરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો

અમદાવાદમાં ઇબોલાના શંકાસ્પદ કેસને લઈને આરોગ્ય તંત્ર સક્રિય બન્યું હતું. કોંગોથી આવેલા એક યુવકમાં ઇબોલા જેવા લક્ષણો જોવા મળતા તેને વડોદરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. યુવકના સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં ઇબોલા ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હાલ તબીબોએ યુવકને ફાલ્સીપારમ મલેરિયા હોવાનું નિદાન કર્યું છે. જોકે, ડોક્ટરોના જણાવ્યા મુજબ બીજા ટેસ્ટ બાદ યુવકની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. બીજી તરફ, દર્દીના સંપર્કમાં આવેલા ત્રણ લોકોને હાલ આરોગ્ય વિભાગ દ્વારા દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

(6:26 PM IST)