<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

વડોદરાના મકરપુરામાં ડોર ટુ ડોર કચરાના ટેમ્પોની અડફેટે યુવકનું મોત : ટેમ્પો ચાલકની અટકાયત

જશોદા કોલોનીમાં મકાન બહાર બેઠેલા 28 વર્ષીય અનિલ ઠાકોરને ટેમ્પોએ અડફેટે લીધા: ટેમ્પો ચાલક નશામાં હોવાનો આક્ષેપ: ટેમ્પોમાંથી દેશી દારૂની કોથળીઓ અને બોટલો માલ્યાનો દાવો

વડોદરાના મકરપુરામાં ડોર ટુ ડોર કચરાના ટેમ્પોની અડફેટે યુવકનું મોત થયું છે. જશોદા કોલોનીમાં મકાન બહાર બેઠેલા 28 વર્ષીય અનિલ ઠાકોરને ટેમ્પોએ અડફેટે લીધા છે  ગંભીર હાલતમાં યુવકને સયાજી હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો દરમિયાન  ટેમ્પો ચાલક નશામાં હોવાનો આક્ષેપ થયો છે અને  ટેમ્પોમાંથી દેશી દારૂની કોથળીઓ અને બોટલો મળી આવ્યાનો દાવો. કરાયો હતો કરપુરા પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી છે  યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે   

(6:56 PM IST)